Skip to main content

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

         ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અ...

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. પરતું ટોચ સુધી પહોચવા માટે મુશ્કેલીઓ, અને સમસ્યાઓના પહાડને, નવસારી જિલ્લા તંત્રએ એકમેકના સહકારથી પાર કર્યું છે. જેમાંથી એક કિસ્સો જાણવા જેવો અને તમામ જિલ્લાઓએ અપનાવવા જેવો છે, જે અત્રે પ્રસ્તુત છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપુર્વક તપાસ કરી. જેમાં એક સમસ્યા એ સામે આવી, જેમાં કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા, પરંતું તેઓ પાસે દેશી ગાય ન હોવાના કારણે, ઇચ્છા હોવા છતા પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા. આ સમસ્યાના હલ રૂપે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ ગજેરાએ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ, સમગ્ર જિલ્લા તંત્રના સહયોગથી આ સમસ્યાનું જળમુળથી નિવારણ લાવવા, જિલ્લા કક્ષાએ એક જીવામૃત વેચાણ કેદ્ર ઉભું કરવાનો વિચાર કર્યો. વિચાર તો સારો હતો. પરંતું સરકારી કામકાજ સમય માંગી લેતો હોય છે. સેવાનિષ્ઠાને વરેલા અધિકારી, કર્મચારીઓ હોય તો કોઇ પણ કામ અશ્ક્ય નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી અને તેઓની ટીમે પ્રપોઝલ બનાવી જિલ્લા પંચાયતની સભાને રજુ કરી. નિયત સારી હોય તો તમામ લોકો મદદ માટે સાથ આપતા હોય છે. તે જ રીતે જિલ્લા પંચાયતના અધિકારી, પદાધિકારીઓએ આ માંગણીનો સ્વીકાર કરી, સ્વભંડોળમાંથી ફંડ આપી કેન્દ્ર ઉભું કરવાની મંજુરી આપી. અને આમ, ડીસેમ્બર ૨૦૨૩થી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામે ખેતીવાડી વિભાગના બીજ કેન્દ્ર ખાતે 'જીવામૃત પ્રોજેક્ટ'ની શરૂઆત કરવામાં આવી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરાએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના એવા ખેડૂતો કે જેમને પ્રાકૃતિક ખેતી કરવી છે, પરંતુ તેઓ પાસે પ્રાકૃતિક ખેતીના પૂરતા આયામો નથી, જેમ કે દેશી ગાય. દેશી ગાય ન હોવાથી જીવામૃત બનાવી શકાતું નથી, અને તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા નથી. આ સમસ્યાને ધ્યાને લઇ, જીવામૃતનું જથ્થા બંધ પ્રોડક્શન કરવાના હેતુસર જીવામૃત પ્રોજેક્ટની પ્રપોઝલ મુકવામાં આવી હતી. જેથી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને જીવામૃત પોતાના ગામડે જ, ઘર આંગણે પહોચાડી શકાય. આ પ્રોજેક્ટની સરાહના કરી જિલ્લા તંત્ર દ્વારા વાંસદા તાલુકાના નાની ભમતી ગામે બીજ ઉત્પાદન કેન્દ્ર ખાતે જીવામૃત ઉત્પાદન અને વિતરણની શરૂઆત કરવામાં આવી. નવસારી જિલ્લામાં જીવામૃત પ્રોજેક્ટને ખેડૂતોનો ખુબ સહયોગ મળ્યો છે, અને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. કે તેઓ પણ રસાયણ મુક્ત ખેતી કરી શકે છે. માર્કેટમાં પ્રાકૃતિક ખેત પેદાશોની બહોળા પાયે ખરીદી કરી નાગરિકો તરફથી પણ ખેડૂતોની મહેનતને વધાવી લેવામાં આવી રહી છે. એટલુ જ નહી, આ પ્રોજેક્ટના કારણે રસાયણયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોને જોઇ આસપાસના ખેડૂતો પણ આ બાબતે પુછતાછ કરી રહ્યા છે. જેના કારણે આ કેન્દ્રને એક્ષપાન્ડ કરવા તરફ નવસારી જિલ્લા તંત્ર વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ નવસારી જિલ્લા દ્વારા અપનાવવામાં આવ્યો છે. ખેડૂતોની વાત કરીએ તો, પ્રાકૃતિક ખેતી કરતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશિલ ખેડૂત પટેલ પ્રિતેશભાઇ આ અંગે જણાવે છે કે, મારે પ્રાકૃતિક ખેતી કરવી હતી. પરંતુ મારી પાસે દેશી ગાય નથી. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની જરૂરીયાત હોય છે. જેના કારણે હું મુંઝવણમાં હતો. પરંતું અમારા ગ્રામસેવક મારફત ખબર પડી કે નાની ભમતી ખાતે જીવામૃતનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ત્યાથી જીવામૃતની ખરીદી કરી પ્રાકૃતિક ખેતી શરૂ કરી, અને પ્રાકૃતિક ખેતીથી અમને ખુબ જ સારૂ ઉત્પાદન મળ્યું છે. પ્રિતેશભાઇએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉપજ સારી મળે છે. પાકની ક્વોલીટી સારી રહે છે. જેમ કે રીંગણની ખેતી કરીએ તો સાઇનીંગ સારી આવે, ઉત્પાદન સારૂ મળે છે. દુધીની વાત કરુ તો તેની લેન્થ સારી થાય, અને બજાર ભાવ સારો મળે. આમ, પ્રાકૃતિક ખેતી થકી પહેલા કરતા મારી આવક ખુબ વધી છે. જેના માટે હુ સરકારશ્રી અને જિલ્લા/તાલુકાના ખેતીવાડી વિભાગનો આભારી છું. નવસારી જિલ્લો બાગાયતી ફળો માટે જાણીતો છે. પ્રાકૃતિક ખેતીએ બાગાયતી પાકોમાં પણ અસરકારક પરિણામ મેળવ્યા છે. કેરીની વાડી ધરાવતા ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ઇશ્વરભાઇ ગારાસીયાએ આ બાબતે જણાવ્યું હતું કે, ૧૦ એકર જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂં છું. મારા ખેતરમાં ૪૦૦ જેટલી આંબા કલમ આવી છે. તમામ આંબામાં હુ જીવામૃત અને છાણીયા ખાતરનો ઉપયોગ કરૂં છું. જેના કારણે કેરીનું કદ વધ્યું છે, અને જીવાત ઓછી થઇ છે. આમ, નવસારી જિલ્લાની એક નાનકડી પહેલે, એક મહાઅભિયાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે નવસારી જિલ્લાના મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગની પહેલના કારણે સ્થાનિક ખેડૂતોમાં આ પ્રોજેક્ટ ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રોજેક્ટની સરાહના થઇ રહી છે. *જીવામૃત પ્રોજેક્ટની શરૂઆત:* ડીસેમ્બર ૨૦૨૩થી શરૂ કરેલ આ જીવામૃત પ્રોજેક્ટનું સંકલન ખેતીવાડી શાખાના પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયા દ્વારા થાય છે. આ કેન્દ્ર ખાતે દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જેનું જિલ્લાના તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે, વેચાણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃતનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેનો નવસારી જિલ્લાનાં કુલ ૧,૩૩૧ ખેડૂતોએ લીધો છે. *કેવી રીતે તૈયાર થાય છે જીવામૃત?* જીવામૃત બનાવવા સૌથી અગત્યનું છે દેશી ગાયનું છાણ, અને ગૌમુત્ર. વાંસદા નજીકના ગામ કોષ સ્થિત 'ઓમ મીત ગૌ શાળા'માં ૭૦ દેશી જાત આધારીત ગીર, કાંકરેજ, અને ડાંગી ગાયો છે. આ ગૌ શાળા પાસેથી દરરોજ તાજુ ગૌમુત્ર અને છાણ એકત્રીત કરી, બીજ કેન્દ્ર ખાતે પહોચાડવામાં આવે છે. સાથે સાથે ગોળ, ચણાનો લોટ જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી ખર્ચ કરી ખરીદવામાં આવે છે. બીજ કેન્દ્ર ખાતે આ તમામ સામગ્રીનું ૧૫૦૦ લીટરની તૈયાર કરેલી ટાંકીમાં મિશ્રણ કરવામાં આવે છે. જિલ્લાના છ તાલુકા માટે છ ટાંકીઓ તૈયાર કરવામાં આવી છે. એક ટાંકીમાં જીવામૃત તૈયાર કરવા માટે છ દિવસ લાગે છે. આમ, દરરોજ ૧૨૦૦ લીટર જીવામૃત ઉત્પન્ન થાય છે. જે તમામ છ તાલુકાઓમાં અઠવાડિયામાં એક દિવસ પ્રમાણે આપવામાં આવે છે. જીવામૃત બનાવવા માટે તેને સમયાંતરે હલાવતા રહેવું પડે છે. જેથી તેનામાં ઓક્સીજનની અવરજવર બની રહે, અને બેક્ટેરીયા બની શકે. આ કામ માટે ખાસ એરેટર સિસ્ટમ મુકવામાં આવી છે. જેના કારણે મિશ્રણ જાતે જ ટાંકીમાં ફર્યા કરે છે. તૈયાર કરેલા જીવામૃતને દરેક તાલુકાના પેટા સેન્ટર સુધી પહોચાડવામાં આવે છે, અને ખેડૂતો સુધી 'ન નફા - ન નુકશાન'નાં ધોરણે માત્ર રૂપિયા ૩ પ્રતિ લીટરના ભાવે ખેતીવાડી શાખા દ્વારા વિતરણ કરવામાં આવે છે. *પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી?* પેટા વિભાગ-વાંસદાના મદદનીશ ખેતી નિયામક શ્રી પરેશકુમાર કોલડિયાએ પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય જ શા માટે જરૂરી છે તે અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેશી ગાયોના ગૌમુત્ર અને છાણમાં બેક્ટેરીયાની માત્રા કરોડોની સંખ્યામાં હોય છે. આ બેક્ટેરીયા જમીનને ફળદ્રુપ બનાવવા કારગર છે. તેથી દેશી ગાયો એટલે કે જે ગાયોમાં ખુંધ આવેલી છે તેવી ગાયોનું ગૌમુત્ર, અને છાણ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ સુધી સૂક્ષ્મજીવાણુંઓ હોય છે. જયારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ તો તેમાં આપણે દેશી ગાયના ૧૦ કિ.ગ્રા. છાણને ૨૦૦ લીટર પાણીમાં ભેળવીયે છીએ. આવું કરવાથી માની લો કે, આપણે ૩૦ લાખ કરોડ જીવાણુંઓ એમાં નાખી દીધા. ૨૦ મિનીટમાં આ જીવાણુંઓ એમની સંખ્યા બમણી કરી દે છે. ૭૨ કલાક પછી એમની સંખ્યા અસંખ્ય થઇ જાય છે. આ જીવામૃતને જયારે આપણે પાણી સાથે જમીન પર નાખીએ તો એ ઝાડ-છોડને ખોરાક આપવામાં, પકાવવામાં અને તૈયાર કરવામાં લાગી જાય છે. જમીનમાં ગયા બાદ જીવામૃત એક બીજુ કામ કરે છે. આ જમીનની અંદર ૧૦ થી ૧૫ ફૂટ સુધીમાં સૂષુપ્ત અવસ્થામાં રહેલ દેશી અળસિયા તથા બીજા જીવજંતુઓને ઉપરની તરફ ખેંચીને કામે લગાડે છે. *જીવામૃત: અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર* જીવામૃત કોઈપણ છોડ-ઝાડને આપવા માટેનો કોઈ ખોરાક નથી. આ તો અસંખ્ય સૂક્ષ્મજીવાણુંઓનો વિશાળ ભંડાર છે. આ બધા સૂક્ષ્મજીવાણુંઓ જે પોષક તત્વ અલભ્ય હોય, તેને લભ્ય બનાવે છે. બીજા શબ્દોમા આ સૂક્ષ્મ જીવાણુંઓ ખોરાક બનાવવાનું કામ કરે છે. એટલા માટે આપણે એને છોડ-ઝાડના ખોરાક બનાવનાર અથવા રસોઈયા પણ કહી શકીએ. ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા, અને ખેતીની આવક વધારવાના સરકારશ્રીના પ્રયત્નોનાં ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જીવામૃતના વેચાણના આ પ્રોજેક્ટની પહેલ કરવામાં આવી છે. જેને નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. જમીનની ફળદ્રુપતા વધારવા અને રાસાયણિક ખાતરનાં વધારે પડતા ઉપયોગથી નિર્જીવ બનેલ જમીનને સજીવ કરવામાં, ખેતીવાડી શાખા નવસારીએ અમુલ્ય યોગદાન આપ્યુ છે. નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાંથી સરાહના મળી રહી છે. ટુંક સમયમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવે, તો રાજ્ય ઝડપથી પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન ધરાવતું રાજ્ય બનશે, તેમાં કોઈ બેમત નથી.

*પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો* - *પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી...

Posted by Info Navsari GoG on Tuesday, July 9, 2024

Comments

Popular posts from this blog

History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ

    History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ ખેરગામ એ ભારતના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલું એક નાનું શહેર અને ગ્રામ પંચાયત છે. તે નવા રચાયેલા ખેરગામ તાલુકાના મુખ્ય મથક તરીકે સેવા આપે છે, જેમાં આછવણી, બહેજ, ચીમનપાડા, રૂઝવણી, ડેબરપાડા, ધામધુમા, ગૌરી, જામનપાડા, કાકડવેરી, ખેરગામ, નડગધરી, નાંધઈ, નારણપોર, પણંજ, પાટી, પાણીખડક, નવીભૈરવી, પેલાડી ભૈરવી, તોરણવેરા, વાડ, વડપાડા, વાવ જેવી 22 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ખેરગામથી સૌથી દૂર આવેલા ગામોમાં ધામધુમા 12.7 કિમી, તોરણવેરા 15.1 કિમી અને પાટી 10.8 કિમી અંતર છે. આ શહેર વ્યૂહાત્મક રીતે અરબી સમુદ્રની નજીક સ્થિત છે, જે તેને નવસારી, વલસાડ, સુરત અને ચીખલી જેવા નજીકના શહેરો સાથે સારી રીતે જોડાયેલ બનાવે છે. ખેરગામથી ધરમપુર 16.9 કિમી, ચીખલી 16.9 કિમી, વલસાડ 22.2 કિમી અને વાંસદા 36 કિમી અંતર ધરાવે છે. ઐતિહાસિક રીતે, ખેરગામ એક શાંતિપૂર્ણ અને વૈવિધ્યસભર સમુદાય છે, જેમાં નોંધપાત્ર વસ્તી સ્થાનિક વાણિજ્ય અને કૃષિ સાથે સંકળાયેલી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ખેરગામમાં સાક્ષરતા દર 75.82% સાથે આશરે 14,851 લોકોની વસ્તી હતી, જે પ્રમાણમા...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

 Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામો...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

   Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજા...