Skip to main content

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ"

Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

 Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ

‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ

’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ

નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત કાર્યક્રમ કેન્દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તથા રાજ્યકક્ષા મંત્રીશ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થીતીમાં યોજાયો હતો. 



લોકાર્પણ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીની દુરંદેશીથી આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક થી લઇ કોલજ સુધી સાયન્સ ભણવા માટેની સુચારૂ વ્યવસ્થા વર્તમાન સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. 

વધુમાં તેમણે ગુજરાતને રેઇન વોટર હાર્વેસ્ટમાં મોડેલ સ્ટેટ તરીકે વિકસાવવા માટે હાથ ધરનાર કામો અંગે જાણકારી આપી સૌને ‘કેચ થ રેઇન’પ્રોજેક્ટમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય. મંત્રીશ્રીએ અમલસાડ સહિત આસપાસના ગામોમાં જાગૃત નાગરિકો દ્વારા તથા નવસારી જિલ્લામાં ૮૦૦ જેટલા બોર કર્યાના કામની સરાહના કરી હતી. 

મંત્રીશ્રીએ આ પ્રોજેટ અંતર્ગત પ્રથમ તબક્કમાં દરેક ગામ કે ખેતરમાંથી વહી જતુ પાણીને બચાવવા તથા બીજા તબક્કામાં દરેક ઘર ઉપર પડતુ પાણીને પણ જમીનમાં ઉતારવાનું સુદ્રઢ આયોજન છે એમ જાણકારી આપી હતી. તેમણે આ પ્રોજેટકને આવનાર પેઢી માટે અત્યંત મહત્વનું છે એમ જણાવી સૌને પાણી બચાવવાની મુહિમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ સાથે નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગળની હરોળમાં રહે છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટમાં પણ આગળ રહે એમ વિનંતી કરી હતી. 

અંતે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને બાળકોની પ્રતિભાને વધારવા પ્રોત્સાહિત કરવા તથા તેઓને માર્ગદર્શન આપતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણની કેડી અંત્યોદય સુધી લઇ જવા તથા તેઓને વિકાસની ધારામાં લાવવાના ભગીરથ પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા પાણી બચાવી પ્રકૃતિને બચાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેનામાં આપણે સૌ સહભાગી થવું જોઇએ એમ આગ્રહ કર્યો હતો.

જિલ્લા ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન થકી આજે 28 જેટલા વિકાસ કામોના લોકાર્પણ કરાયા બાબતે અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં લોકો વરસાદી પાણી બચાવવા પ્રેરિત થાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલે સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી શાળાના લોકાર્પણ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ગણદેવી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આભાર દર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટનું પણ ઉદધાટન કરાયું હતું. આ સાથે ગણદેવી વિસ્તારની વિવિધ શાળાના બાળકલાકારોને વિવિધ કક્ષાએ વિજેતા બનતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોની વિજ્ઞાન પ્રદર્શનીને નિહાળી બાળકોની આવડતને વધાવી લીધી હતી. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ઇંચા. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, નવસારી ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશકુમાર પટેલ સહિત વિવિધ મહાનુભાવો, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. 

#TeamNavsari #gujarat #gandevi 

Gujarat Information CMO Gujarat

Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15/-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામા

Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો

      ૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી: નવસારી જિલ્લો  Navsari |chikhli: રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો - ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા - નવસારી,તા.10: નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિ

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

 Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા'  વઘઇનો ગીરાધોધ અહેવાલ : મનોજ ખેંગાર  (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ભારતના દિલ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશના ભેડાઘાટ (જબલપુર) સ્થિત 'ધુંઆધાર વોટરફોલ' ની યાદ અપાવતો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો 'ગીરાધોધ', ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે.  સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.  હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે.  અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.  પ્ર