Skip to main content

Posts

ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન.

         ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા શુભેચ્છકોએ સ્વર્ગસ્થ ...
Recent posts

🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

   🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  #HappyBirthday #DivyeshKumarChauhan #KhergamTaluka #PrimaryTeachersUnion #KTPSS #KhergamNews 

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

         ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અ...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

  વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂ...

Dgvcl સર્કલ સેક્રેટરી આશિષ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Dgvcl સર્કલ સેક્રેટરી આશિષ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. View this post on Instagram A post shared by @jay_joharngo

જનતા માધ્યમિક શાળાનો ખાસ પ્રસંગ: મા સરસ્વતીનું અનાવરણ.

  જનતા માધ્યમિક શાળાનો ખાસ પ્રસંગ: મા સરસ્વતીનું અનાવરણ  14મી ડિસેમ્બર, 2024: જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળાના કેમ્પસમાં આજે ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે મા સરસ્વતીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી વનુબેન પટેલના સૌજન્યથી આ શુભ કાર્ય સાકાર થયું.તેઓ સમાજિક કાર્ય હોય કે શૈક્ષણિક,  દાન  કરવામાં તેમનું સ્થાન પ્રથમ હરોળમાં જ  હોય છે.  શાળા પરિવારે આ અવસરને વધુ ગૌરવમય બનાવતા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે શાળા પરિવારના તમામ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાળાના શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે આગળ વધવા માટે સર્વેને પ્રેરણા મળી. શાળાનો અભિગમ: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિના માર્ગ પર શાળા સતત પ્રયત્નશીલ છે. આવા પ્રસંગો માત્ર ઉત્સવ નથી પરંતુ શિક્ષણ અને જીવનમૂલ્યને વધુ ઊંડા રીતે સમજનાર સંસ્થા છે.

શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન.

  શિક્ષણમાં નવતર પ્રયાસો: નાંધઈ પ્રાથમિક શાળામાં અંગ્રેજી તાલીમનું આયોજન. ખેરગામ, 10 ડિસેમ્બર 2024: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, નવસારી અને GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 9 અને 10 ડિસેમ્બર 2024ના રોજ નાંધઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 3 થી 5ના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. DIETના સિનિયર લેક્ચરરશ્રી રાજેશભાઈ પટેલ અને ખેરગામ તાલુકાના BRC વિજયભાઈ પટેલના ઉદઘાટન માર્ગદર્શન સાથે તાલીમનો પ્રારંભ થયો. શાળાના શિક્ષકો માટે આ તાલીમમાં પ્રાયોગિક અભિગમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં અભિનય ગીતો, રમતો, વાર્તાઓ, ચિત્ર વર્ણન અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવવાની નવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી. શિક્ષકોના ઊંડા રસ અને ઉત્સાહ વચ્ચે વિષય તજજ્ઞશ્રી રાહુલ રાજુ કુંવર (પ્રા.શાળા તોરણવેરા) અને હિરેનભાઈ પટેલ (લહેરકા ફળિયા પ્રા.શાળા) દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ પર કામ કરાયું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને એવા ઉપાયો શિખવવાનું હતું જે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનું ભય દૂર કરે અને તેમની નિડરતા વધારે. સાથે જ, ધોરણ 3 થ...