ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા શુભેચ્છકોએ સ્વર્ગસ્થ ...
Khergam : તોરણવેરા ગામે આજે કુકણા સમાજ વિકાસ સામાજિક ચિંતન શિબિર યોજાશે
ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે કુકણા સમાજ વિકાસ મંડળ ચીખલી ખેરગામ તરફ્થી લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પ્રચલિત ખર્ચાળ અને ખોટી પરંપરામાં સુધારો કરી સામાજિક સમરસતા માટેનો એક ચિંતન શિબિર મંડળ સંચાલિત આશ્રમ શાળામાં રવિવારે સવારે ૯ વાગ્યાથી યોજવામાં આવ્યો છે. લગ્ન અને બીજા પ્રસંગોમાં દેખા-દેખી તથા અનુકરણથી સમાજના અનેક કુટુંબો નિવારી શકાય તેવા બિન જરૂરી ખર્ચા કરી દેવામાં ડૂબી જાય છે. સમાજની રૂઢી પરંપરામાં એકસુત્રતા લાવવી જરૂરી છે. સમાજને ખોટા ખર્ચથી બચાવી એટલીજ રકમ શિક્ષણ અને ધંધા રોજગારમાં રોકી આર્થિક વિકાસમાં વાપરી શકાય. ચતન શિબિરમાં સહભાગી થવા મંડળના પ્રમુખ નવનીતભાઈ ચૌધરી,હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિનતી કરી છે.

Comments
Post a Comment