Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.
KHERGAM|BAHEJ: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.
68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા.
આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment