Skip to main content

ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ

         ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અ...

ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા

ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા 


ગૌરી આશ્રમ શાળામાં 30 વર્ષ સુધી ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તરીકે સેવા આપી હતી.

નોકરીના ૩૮ વર્ષ  પૂર્ણ કરી ૩૧ વર્ષ સુધી પેન્શન મેળવ્યું.

 સ્વ. બહાદુરભાઈ ગરાસિયાએ  સ્વ.ભાણાભાઈ મંગાભાઈ ગરાસિયાનાં  આઠ સંતાનોમાં ૬ઠ્ઠું સંતાન. "નાગળા ગરાસિયા" આદિવાસી ધોડિયા સમાજનું કુળ. તેમનો જન્મ આઝાદી પહેલાં તારીખ:૦૧-૦૧-૧૯૩૫નાં દિને નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાનાં કાકડવેરી ગામમાં થયો હતો. વર્ષ ૨૦૨૪ની ૨૯મી સપ્ટેમ્બરે ૮૯માં વર્ષે તેમનો સ્વર્ગવાસ થયો.

તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં મેળવ્યું હતું. ત્યાં  તેમણે  ફાઈનલ ૭નો અભ્યાસ કરી તેમણે બીલીમોરા  ખાતે પીટીસીનો અભ્યાસ કરી તારીખ ૧૭-૦૮-૧૯૫૫માં ધરમપુર તાલુકાના બેડમાળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મેળવી હતી. ત્યારબાદ રાજપુરી તલાટ પ્રાથમિક શાળા અને છેલ્લે પોતાના ગામની કાકડવેરી શાળામાં તારીખ: ૩૦-૦૮-૧૯૯૩નાં  રોજ નિવૃત્ત થયા હતા. છતાં તેઓ આજીવન વિદ્યાર્થી રહ્યા હતાં તેમના પુત્રી ઉર્મિલાબહેનના જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠી પૂજાપાઠ કરી ચા પાણી કર્યા પછી એકાદ કલાકની આસપાસ પુસ્તકનો અભ્યાસ કરતાં હતાં.

તેઓ એવા મક્કમ  મનોબળ વાળા શિક્ષક હતા, જે પોતાના જીવનમાં અનેક મક્કમ સંકલ્પોથી આગળ વધીને, અનેક આડચણો અને સંઘર્ષો વચ્ચે પોતાની શૈક્ષણિક સફરને સનસૂચિત બનાવી હતી.  તેમણે ગ્રામીણ વિસ્તારમાં નોકરીની શરૂઆતથી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પરંતુ ક્યારેય હાર નહોતી માની.

આવા શિક્ષકનો જીવન સંઘર્ષમાં સામાન્ય રીતે કટોકટીય પરિસ્થિતિઓ, પુરતી ભણતર અને સંસાધનોની અછતનો સામનો કરવા ઉપરાંત સમાજની અવગણનાનો પણ સામનો કરવો પડ્યો હતો. 

તેઓ એવા બાળકોને ભણાવવા મક્કમ હતા, જેમણે કદાચ ક્યારેય કોઈ શાળા જોઈ પણ ન હોય. તેઓ બાળકોની શિક્ષણની જરૂરિયાતોને સમજીને તેમની શૈક્ષણિક સમજણમાં વૃદ્ધિ પ્રયત્નો કર્યા હતા. અને આ પાયાને મજબૂત બનાવવામાં, તેમણે અનેક ઉત્ક્રાંતિઓ અને સફળતાઓ હાંસલ કરી હતી.

નિવૃત્તિ પછી પણ શિક્ષણની જ્યોત જલાવનાર સ્વ. બહાદુરભાઈ ગરસિયાની કહાની એવી એક ઉત્સાહભરી અને પ્રેરણાદાયી કથા છે જેનો મૂળમાં વિચાર આ છે કે શિક્ષણ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનભર ચાલતો ધ્યેય છે. આવા શિક્ષક માટે નિવૃત્તિ માત્ર નોકરીમાંથી મુક્તિ છે, પણ શિક્ષણ પ્રત્યેની આગાહી અને પાઠશાળામાં તેમના અનુભવનો સમય પૂરું નથી થતો. 

તેમના લાંબા શિક્ષણકાર્ય પછી નિવૃત્ત થાય છે, પરંતુ તેઓ જાણે છે કે હજુ સમાજના  આદિવાસી પછાત છોકરાને ભણાવવાનો હક્ક હાંસલ થયો નથી, એવી વિચારધારાને કારણે નિવૃત્તિ બાદ પણ તેમણે શિક્ષણનું કામ બંધ કરવાને બદલે, ખેરગામ તાલુકાના ગૌરી ગામમાં  પછાત અને ગરીબ આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવવા માટે આશ્રમ શાળાના મંડળના ટ્રસ્ટમાં જોડાયા હતા. ત્યાં તેમણે ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે ૩૦ વર્ષ સેવા આપી હતી. 

પ્રમુખ પદે તેમણે હર હંમેશ ગરીબ બાળકોના હિતમાં નિર્ણયો લીધા હતા. ભોજનથી લઈ સરકાર તરફથી મળતી  સુખ સગવડની તમામ સુવિધાઓ આશ્રમના બાળકોને પૂરી પાડી હતી. ભલે નિવૃત્ત થયા હોય તેઓની દ્દષ્ટિ સમાજ અને વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર રહે તે તેમનો જીવંત વારસો હતો.

તેમણે વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું નહીં, પરંતુ સમાજ અને જીવન સાથે જોડાયેલા વિવિધ વિજ્ઞાનો, ધાર્મિકતા , સમાજસેવા, નૈતિકતા અને કાર્યકુશળતા જેવા ક્ષેત્રોમાં પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમાજ માટે પણ તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. જે માત્ર શૈક્ષણિક જ્ઞાન ન આપતા, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યવાન આદર્શો, નૈતિકતા અને જીવનમાં સફળતા માટેના મૌલિક ગુણોનું પ્રેરણાસ્થાન પુરું પાડ્યું છે.

તેમણે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્ય અને સમાજ માટે ફરજની ભાવનાને વિકસાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમાજ માટે ત

તેમણે માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, વિવેકશીલતા અને જીવનની સુક્ષ્મ કળાઓ પ્રત્યે પણ સમજણ વિકસાવી તેનો સમાજને આપવાનો પ્રયત્ન કર્યો હતો.

એક શિક્ષક તરીકેની સમાજમાં આગવી ઓળખ ઊભી કરી હતી. તેમનામાં અનુસરણીય વ્યક્તિગત વર્તન, વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત, વિનમ્રતા અને પ્રેમભાવ, શિક્ષણ, સામજિક, સાંસ્કૃતિક, ધાર્મિકવૃત્તિ જેવાં ગુણોનો અમૂલ્ય ખજાનો ધરાવનાર જોગી સમાન હતા. તેમણે ઉચ્ચ ધ્યેય અને વિચારધારા સાથે  જીવન સાર્થક કર્યું. કુટુમ્બકમની ભાવના રાખી સમાજના સૌ સાથે હળીમળીને ઉન્નતિ અને પ્રગતિ માટે આજીવન પ્રયત્નો કર્યા. જીવનની અંતિમ પળોમાં પણ નામ પ્રમાણે બહાદુરી બતાવીને જીવન જીવવાની કળા શીખવાડી ગયા.

તેમના સંતાનોમાં એક પુત્ર અને ચાર પુત્રીઓ.તેમાં એક પુત્રીનો સ્વર્ગવાસ થયેલ છે. એક પુત્રીને બાદ કરતાં તમામ સંતાનો ખાધેપીધે સુખી છે. તેમણે એક આદર્શ પતિની પણ ભૂમિકા ભજવી છે. શરીરે અશક્ત પત્નીની તેમણે મૃત્ય પર્યંત સેવા કરી.

આશ્રમ શાળા આદિવાસી બાળકોના શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું. તેઓ ધાર્મિકવૃત્તિ ધરાવતા હોય તેમણે ગુરુધામ બરૂમાળમાં એક શિષ્ય તરીકે આજીવન સેવા આપી અને તેઓ ગુરુભક્ત "મામા" તરીકે ઓળખાયા. અને સમાજના લોકોનાં મન જીત્યાં હતા. આમ સમાજમાં ધૂપસળીને જેમ સુગંધ પ્રસરાવી સમાજની સંગઠનની કળા શીખવાડી ગયા.


Comments

Popular posts from this blog

History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ

    History of khergam taluka । ખેરગામ તાલુકાનો ઇતિહાસ ખેરગામ એ ભારતના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલું એક નાનું શહેર અને ગ્રામ પંચાયત છે. તે નવા રચાયેલા ખેરગામ તાલુકાના મુખ્ય મથક તરીકે સેવા આપે છે, જેમાં આછવણી, બહેજ, ચીમનપાડા, રૂઝવણી, ડેબરપાડા, ધામધુમા, ગૌરી, જામનપાડા, કાકડવેરી, ખેરગામ, નડગધરી, નાંધઈ, નારણપોર, પણંજ, પાટી, પાણીખડક, નવીભૈરવી, પેલાડી ભૈરવી, તોરણવેરા, વાડ, વડપાડા, વાવ જેવી 22 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ખેરગામથી સૌથી દૂર આવેલા ગામોમાં ધામધુમા 12.7 કિમી, તોરણવેરા 15.1 કિમી અને પાટી 10.8 કિમી અંતર છે. આ શહેર વ્યૂહાત્મક રીતે અરબી સમુદ્રની નજીક સ્થિત છે, જે તેને નવસારી, વલસાડ, સુરત અને ચીખલી જેવા નજીકના શહેરો સાથે સારી રીતે જોડાયેલ બનાવે છે. ખેરગામથી ધરમપુર 16.9 કિમી, ચીખલી 16.9 કિમી, વલસાડ 22.2 કિમી અને વાંસદા 36 કિમી અંતર ધરાવે છે. ઐતિહાસિક રીતે, ખેરગામ એક શાંતિપૂર્ણ અને વૈવિધ્યસભર સમુદાય છે, જેમાં નોંધપાત્ર વસ્તી સ્થાનિક વાણિજ્ય અને કૃષિ સાથે સંકળાયેલી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ખેરગામમાં સાક્ષરતા દર 75.82% સાથે આશરે 14,851 લોકોની વસ્તી હતી, જે પ્રમાણમા...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

 Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામો...

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

   Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજા...