ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેનાથી તેમનો સમય અ...
ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
તારીખ: ૧૮-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલ (ખેરગામ લહેરકા ફળિયા)નાં નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે અતિથિ ઢાબાની સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, સામજિક આગેવાનો, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલના નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન કર્યું તથા સફળતાની શુભકામનાઓ પાઠવી.
Posted by Naresh Patel on Monday, June 17, 2024
Comments
Post a Comment