Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ.

નવસારી:જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ. માહિતી બ્યુરો, નવસારી તા.૧૧: તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમિક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.   આ બેઠકમાં આરોગ્ય શાખાની "સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ સંકલન સમિતિની સમીક્ષા બેઠક" યોજવામાં આવી જેમાં તમામ શાખાઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી. જેમાં વરસાદની પરિસ્થિતિમાં જાહેર જનતાને માટે જરૂરી માર્ગદર્શન, રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે એન્ટ્રી, સંચારી રોગ, NTCP, સિકલસેલ, ક્લાઇમેન્ટ ચેન્જ, નેશનલ લેપ્રેસી પ્રોગ્રામ અને નેશનલ ટીબી કંટ્રોલ વગેરે પ્રોગ્રામ વિશે ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, અને ચોમાસાની ઋતુમાં રોગચાળા અટકાયત માટે જરૂરી પગલાં લેવા તેમજ સિકલસેલ એનીમીયા નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ બેઠકમાં

Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

 Khergam: ખેરગામ તાલુકાના ગૌરી અને તોરણવેરા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આજ રોજ ખેરગામ તાલુકાના ગૌરી ગ્રામપંચાયત સંકુલ અને તોરણવેરા માધ્યમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ગુજરાત સરકાર દ્વારા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ભાજપ મહામંત્રીશ્રી લિતેશભાઈ ગાંવિત, વિવિધ ગામના સરપંચશ્રીઓ પ્રકાશભાઈ પટેલ ગૌરીના યજમાનપદે, પંકજભાઈ નાયક વડપાડા, મહેન્દ્રભાઈ નાયક પાટી, સુનિલભાઈ નાયક તોરણવેરા, ચંદુભાઈ પટેલ ચીમનપાડા યુવા મોરચા મંત્રી મુકુંદભાઈ પટેલ, ગૌરી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો, યુવા બોર્ડ સંયોજક નિહાલભાઈ, આતિશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.  

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર

ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

 ગાંધીનગરઃ અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ  પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા રથમાં બિરાજમાન  ભગવાન જગન્નાથજીના રથની પહિન્દ વિધી કરી  ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.  આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીના આશિર્વાદ સૌ ઉપર કાયમ વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઈ હતી. આ અવસરે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, રાજ્યસભાના સદસ્યશ્રી નરહરિભાઈ અમીન , ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, ગાંધીનગર  એસ. પી શ્રી વાસમશેટ્ટી રવિતેજા, મેયરશ્રી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ  ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. અડાલજના જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી... Posted by  Info Gandhinagar GoG  on  Saturday, July 6, 2024

Tapi,Nizar,Kukarmunda:એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ

  Tapi,Nizar,Kukarmunda:એસ્પિરેશનલ બ્લોક નિઝર અને કુકરમુંડાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા તાપી કલેકટર ડો. વિપિન ગર્ગ સગર્ભા-ધાત્રી માતા, કિશોરી, બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે આંગણવાડી કાર્યકર બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ - કલેક્ટર ડૉ. ગર્ગ કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો આપતા કલેક્ટર ડૉ. ગર્ગ માહિતી બ્યુરો,તાપી તા.૦૬ તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગે આકાંક્ષી નિઝર અને કુકરમુંડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે 'સંપૂર્ણતા અભિયાન' નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ તાલુકાઓને અન્ય તાલુકાઓના સમકક્ષ લાવીને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, ખેતી સહિતના તમામ ઈન્ડિકેટર્સ પર પરિણામલક્ષી કામગીરી 'પ્રજા-તંત્ર' ની સહભાગીદારીથી શક્ય બનશે. વધુમાં કલેક્ટર શ્રી ગર્ગે જણાવ્યું કે, નિઝર અને કુકરમુંડા જેવા આકાંક્ષી તાલુકાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય પોષણ અને ખેતી મહત્વના પરિબળ છે. આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતા 'ટેક હોમ રેશન' જેમાં ધાત્રી-સગર્ભા બહેનો માટે માતૃશક્તિ, કિશોર

તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર

 તાપી જિલ્લાનું ગૌરવ : ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર  સીઆરપીએફ જવાન મુકેશકુમાર ગામીતે દેશનું સન્માન વધાર્યું : તાળીઓના ગડગડાટથી ગૂંજ્યુ રાષ્ટ્રપતિ ભવન ભારત માતાના જાબાંઝ સપૂત મુકેશ ગામીતને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કાર  દેશના ગૌરવ સમાન મુકેશ ગામીતને શૌર્યચક્ર મેળવવા બદલ તાપી વહીવટી તંત્ર અને ગ્રામજનો તરફથી ખુબ ખુભ શુભકામનાઓ  માહિતી બ્યુરો, તાપી તા. ૦૬ :-  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તા. ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડીના શ્રી મુકેશકુમાર ગામીતને શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત કરાવામાં આવ્યા છે. શૌર્યચક્ર પુરસ્કાર પ્રાપ્ત કરતાની સાથે રાષ્ટ્રપતિ ભવન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું હતું. વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા ૬૧ સીઆરપીએફના કોન્સ્ટેબલ શ્રી મુકેશ ગામીતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૧ માં મને ક્વિક એક્શન ટીમમાં સામેલ કરવામા

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

ચીખલી:સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદ રમતગમત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ચીખલી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. Posted by  Amita Patel  on  Friday, July 5, 2024