Skip to main content

Posts

Showing posts from June, 2024

Dgvcl સર્કલ સેક્રેટરી આશિષ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Dgvcl સર્કલ સેક્રેટરી આશિષ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. View this post on Instagram A post shared by @jay_joharngo

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ...

બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી.

 બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. તારીખ ૨૫-૦૬-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે તેમના ભવિષ્ય અંગે તથા છાત્રાલયમાં તેમને મળતી સુવિધાઓ અને શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ આશ્રમશાળાના નવનિર્માણ પાણી રહેલા મકાનના બાંધકામનું નિરીક્ષણ કર્યું. આજરોજ તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે... Posted by  Naresh Patel  on  Tuesday, June 25, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

  Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

 Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્ય...

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

 Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ ...

ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

 ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.   તારીખ: ૧૮-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલ (ખેરગામ લહેરકા ફળિયા)નાં નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના  હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે અતિથિ ઢાબાની સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, સામજિક આગેવાનો, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલના નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન કર્યું તથા સફળતાની શુભકામનાઓ પાઠવી. Posted by Naresh Patel on  Monday, June 17, 2024