ખેરગામ તાલુકા પંચાયતના વિકાસ કાર્યોનો પ્રારંભ : વેણ ફળિયા ખાતે ખેરગામ- પીઠા મુખ્ય રોડથી ચેતનભાઈ પટેલના ઘર સુધીના રોડનું ખાત મુહૂર્ત કરાયું. ખેરગામ તાલુકા પંચાયત દ્વારા 2024-25 માટે 15% વિવેકાધિન જોગવાઈ હેઠળ ₹4,60,000 ની મંજૂરીના કાર્યક્રમ હેઠળ ખેરગામ વેણ ફળીયા પીઠા રોડથી ચેતનભાઈના ફળીયા તરફ ડામર રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝરણાબેન પટેલ તથા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રશાંતભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ ખેરગામ ડેપ્યુટી સરપંચશ્રી/પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ધર્મેશભાઈ પટેલ, તેમજ અન્ય પંચાયત સભ્યો શૈલેષભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ સાથે ગામના અગ્રણીઓ શ્રી અરવિંદભાઈ પટેલ, પૂર્વ ગ્રામ પંચાયત સદસ્ય શ્રી મંગેશભાઈ પટેલ, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી રાકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ વિકાસ કાર્યથી ગામના માર્ગ વ્યવસ્થામાં સુધારો થશે અને લોકો માટે સગવડતા વધશે.